કોંગ્રેસમાં નિષ્ફળ ગયેલી Urmila Matondkar હવે આ પાર્ટીમાં જોડાશે
Trending Photos
મુંબઈ: કોંગ્રેસ (Congress) ના સહારે પોતાની રાજનીતિ ચમકાવવાની કોશિશ કરી રહેલી ઉર્મિલા માર્તોંડકર(Urmila Matondkar)ને તેમાં નિષ્ફળતા સાંપડી છે. હવે ઉર્મિલા કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાવવા જઈ રહી છે. ઉર્મિલા આવતી કાલે શિવસેનામાં જોડાઈ શકે છે. તેણે 2019માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારબાદ તેણે પાર્ટી છોડી દીધી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નીકટના સહયોગી હર્ષલ પ્રધાને રવિવારે કહ્યું કે ઉર્મિલા માર્તોંડકર મુખ્યમંત્રીની હાજરીમાં શિવસેનામાં સામેલ થશે. પાર્ટી ઉર્મિલાને વિધાન પરિષદમાં મોકલવાની તૈયારીમાં છે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને સરકાર તરફથી મોકલવામાં આવેલા 12 નામોની સૂચિમાં ઉર્મિલાનું પણ નામ સામેલ છે. આ ઉપરાંત આ કોટોના માટે સરકારે 11 અન્ય નામો પણ મોકલ્યા છે. જો કે રાજ્યપાલે હજુ આ 12 નામોને મંજૂરી આપી નથી.
કોંગ્રેસ પર ઉઠાવ્યા હતા સવાલ
ઉર્મિલા 2019ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર બેઠકથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. પરંતુ તેણે હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ તેણે કોંગ્રેસની મુંબઈ શાખાના કામકાજની પદ્ધતિ જોઈને પાર્ટી છોડી દીધી. ત્યારબાદ એવી અટકળો થઈ રહી હતી કે અભિનેત્રી પોતાની રાજકીય કારકિર્દી આગળ વધારવા માટે કોઈ બીજી પાર્ટીમાં જોડાઈ શકે છે.
કંગના રનૌતનો કર્યો હતો વિરોધ
ઉર્મિલાએ હાલમાં જ મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર સાથે કરવા બદલ અભિનેત્રી કંગના રનૌતની ટીકા કરી હતી. ત્યારબાદથી એવું માનવામાં આવી રહ્યું હતું કે તે શિવસેનામાં જોડાઈ શકે છે. અત્રે જણાવવાનું કે વિધાન પરિષદની આ સીટો છેલ્લા 6 મહિનાથી ખાલી છે. રાજ્યપાલ કોટાની વિધાન પરિષદ સીટો પર ખેલ, કળા, વિજ્ઞાન, શિક્ષણ, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાંથી આવતા વિદ્વાનોને નોમિનેટ કરવામાં આવતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે